ઉનાળો હોય કેે પછી શિયાળાની ગુલાબી ઠંડી દરેક વખતે ગુલમર્ગ એની સુંદરતાના કારણે હંમેશા મોખરે રહ્યું છે.
ભારતનું સૌથી વધારે વખત જો મુલાકાત લેવામાં આવતું હોય તો એ આ જ હિલ સ્ટેશન છે. ગુલમર્ગ શ્રીનગર એરપોર્ટથી 56 કિમી આવેલું છે અને અહીં પહોંચતા લગભગ 2 કલાક લાગે છે.
આમારા કાશ્મીર પ્રવાસના ટાઇમટેબલમાં ગુલમર્ગ છેલ્લે હતું અને ખરા અર્થમાં છેલ્લું પણ એકદમ બેસ્ટ હતું. આ સ્થળ પર ખરેખર સુંદરતાની પરાકાષ્ઠા છલકાય છે.
જો તમને ખરેખરમાં મારા પર વિશ્વાસ ન આવતો હોય તો આ રહ્યા તેના દ્રશ્યો.






